GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા કેન્સર રોગની જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું 

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા કેન્સર રોગની જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ કેન્સર રોગની જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત મોરબી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોરબી તાલુકાના સરપંચશ્રીઓ તથા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિનાં ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓએ હાજરી આપેલ.
આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ થી કેન્સર નિષ્ણાંત ડો.દિવ્યેશ ગજેરા સાહેબ તથા મેડીકલ કોલેજ મોરબી નાં પ્રોફેસર કોમ્યુનીટી મેડીસીન વિભાગનાં ડો.હિરેન સેખડા સાહેબ દ્વારા પ્રેઝેન્ટેશન નાં માધ્યમથી કેન્સર રોગ થવાના કારણો, તેની આર્થિક અસરો, શારીરિક અસરો, માનસિક અસરો.તેની સારવાર વગેરે બાબતોથી માહિતગાર કરેલ.


ત્યારબાદ મોરબી જિલ્લામાં કેન્સર રોગથી પીડિત દર્દીઓએ પોતાની આપવીતી રજુ કરેલ, જેમાં કેન્સર રોગની ભયાનકતા વિશે અને તમાકુના વ્યસનનાં કારણે આ રોગને તેઓ પોતે અને પોતાના કુટુંબ ને મુશ્કેલીનો સામનો કરવો પડે તે વિશે જણાવેલ તેઓને સમગ્ર મોરબી જીલ્લાની જનતાને કોઈ પણ જાતના વ્યસન ન કરવા માટે નમ્ર અપીલ કરી હતી.
ત્યારબાદ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા શ્રીમદ ભગવતગીતાના જ્ઞાન દ્વારા લોકોને કોઈ પણ પ્રકારનાં વ્યસનથી દુર રહેવા માટે ખાસ અપીલ કરેલ તથા દરેક સરપંચશ્રીઓને પોતાના ગામમાં પંચાયતની ગ્રામ સભામાં વ્યસનમુક્ત ગામ બને તથા ગામના સરપંચ દ્વારા ગામ લોકોને વ્યસનમુક્તિ માટે સમજાવે તો ગામમાં દર વર્ષે ૫ લોકોને કેન્સર રોગ થતો અટકાવી શકાય તથા ગામમાં તમાકુના વેચાણ અટકાવવા માટે પ્રયત્નો કરવા જણાવેલ., ત્યારબાદ આ વર્કશોપમાં હાજર રહેલ તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા વ્યસનમુક્તિ અંગેના શપથ લેવામાં આવેલ.


ત્યારબાદ આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતાબેન દવે દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button