BHARUCHJHAGADIYA

રાજપારડીમાં બે કાર વચ્ચેનો અકસ્માત સી.સી.ટી.વી. મા કેદ ૪ સેકેન્ડમાં કારની પલ્ટી

રાજપારડીમાં બે કાર વચ્ચેનો અકસ્માત સી.સી.ટી.વી. મા કેદ ૪ સેકેન્ડમાં કારની પલ્ટી

 

માત્ર ૪સેકન્ડમાં થયેલા અકસ્માતમા કાર હવામાં ફંગોળાઈ પલ્ટી મારી

 

ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવો બન્યા કરતા હોઈછે આવોજ એક બનાવ રાજપારડી ગામ ખાતે બન્યો હતો આ અકસ્માતના સી.સી.ટી.વી.સામે આવ્યા હતા અને માત્ર ૪ સેકેન્ડમાં કાર પલ્ટી મારતા કેમેરામાં કેદ થઇ હતી કેમેરાની ફૂટેજમા સ્પષ્ટ દેખાય છેકે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન ચાલકો માટે ડિવાઈડરમાં કટ મુકેલોછે આ કટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ પર લેવા જઈ રહ્યા હતા તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સાથેજ માત્ર ૪ સેકેન્ડમાં એક કાર હવામાં ફંગોળાઈને માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી જોકે આ અકસ્માતમાં બન્ને કાર ચાલકોને કોઈ પણ ઈજાઓ નહિ પહોંચતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતનો અવાજ નજીકમાં સાંભળતા સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકને બહાર કાઢ્યો હતો ઉલ્લેખનીય છેકે ઝગડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ભૂતકાળમાં પણ અક્સમાતના બનાવો બન્યાછે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હોવાનું બહાર આવ્યું હતું

 

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button