GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ખોખરા હનુમાન મંદિર પાસે ટ્રોલી ઇલેક્ટ્રિક વાયરને અડી જતા આગ લાગી

મોરબીમાં હનુમાન મંદિર રોડ ઉપર લક્ષ્મી કાંટા પાસે ડમ્પરની ટ્રોલી ખાલી કરતાં ટ્રોલી તારમાં અડી જતાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી ખોખરા હનુમાન મંદિર રોડ પાસે ટ્રોલીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હનુમાન મંદિર રોડ પાસે લક્ષ્મી કાંટા પાસે ડમ્પર ટ્રોલી ખાલી કરતા સમયે ટ્રોલી તારને અડી જતા આગ લાગવાની ઘટના બની હતી. જેની મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમાં કંટ્રોલરૂમમાં જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને સમગ્ર સદનસીબે જાન હાની ટળી હતી.
[wptube id="1252022"]