Wakaner:વાંકાનેર ના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમ મા જસ્ને ખ બુખારીઓ નો શાનદાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમ મા જસ્ને ખ બુખારીઓ નો શાનદાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સાથે પુરસ્કાર અર્પણ નો કાર્યક્રમ યોજાયો
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ના ગૌષે સમદાની દારૂલ ઉલૂમ માં દિન દુનિયાવીની ઉર્દુ અરબી અંગ્રેજી શિક્ષણ નું જ્ઞાન આપતી સંસ્થા છે જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જસ્ને ખતમે બુખારી ઓનો રુહ પ્રોગ્રામ અંતર્ગત 15 તેજસ્વી વિદ્યાર્થીઓને ને કુરાને હાફિઝ તેમજ આલીમો કારી ની પદવી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને સન્માન સાથે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
જેમાં સુન્ની મુસ્લીમ ગૌષે સમદાની દારૂલ ઉલૂમ
ટ્રસ્ટના સભ્ય દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી આ કાર્યક્રમની સફળ બનાવવા માટે વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય સહિત સૌરાષ્ટ્રભરના વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના વાલીઓ અગ્રણીઓ આગેવાનો આલીમો ની મોટી સંખ્યામાં હાજરી રહી હતી આ કાર્યક્રમ માં અંગ્રેજી ઉર્દુ અરબી શિક્ષણ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પુરસ્કાર અર્પણ કરી સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં 15 વિદ્યાર્થીઓએ કુરાને હાફિઝ કારી મૌલાના ની પદવી મેળવી છે ત્યારે
ગૌષે સમદાની દારૂલ ઉલૂમ પીપળીયા રાજ ખાતે ના પ્રમુખ હાજી અહેમદ ભાઈ ચૌધરી તેમજ મૌલાના આમીન અકબરી સાહેબ ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન સભ્યો સર્વે ઉપસ્થિત રહેલા મહેમાનોનું આવકાર સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું ત્યારબાદ આવનાર સમયમાં પદવી માટેનો એક કાર્યક્રમ થોડા સમયમાં ફરી યોજવામાં આવશે તેમ જાહેરાત સંસ્થા દ્વારા કરી હતી