જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ જુનાગઢ : મહાનગર પાલિકા દ્વારા જન હિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જન જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે યોજાયો.
જેમા રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા કુમ કુમ તિલકથી કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમ કુંમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમજ મિલેટ્સ દ્વારા મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યું.તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સવાઁગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યાર બાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
સ્ટેજ પરથી સરકારની પી.એમ.સ્વનિધિ.ઉજ્જ્વલા, પી.એમ.વિશ્વકર્મા, પી.એમ.ઉજ્જવલા, પી.એમ.મુદ્રાલોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા-સ્ટેન્ડઅપ ઇન્ડિયા, પી.એમ. આવાસ યોજના (અર્બન), આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા. ત્યાર બાદ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દોરૂપે રજુ કરી હતી.
ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સરકારની યોજનાઓના સ્ટોલની મુલાકાત લેવામાં આવી.
આ તકે સ્ટોર કીપર રાજુભાઈ મહેતા, નાયબ મામલતદાર પ્રીતીબેન સાંગાણી, વોર્ડ પ્રભારી વિનેશભાઈ પાટડીયા, પર્યાવરણ ઈજનેર રાજુભાઈ ત્રિવેદી, એસ.આઈ. રાજુભાઈ ઠાકર, વોર્ડ અગ્રણી રમેશભાઈ હરખાણી, પ્રદીપભાઈ ધ્રાન્ગડ તેમજ અધિકારીઓ / કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.