MORBI આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન અંતર્ગત કલેકટર કચેરી સામે દેખાવ કર્યો!!!

MORBI આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન અંતર્ગત કલેકટર કચેરી સામે દેખાવ કર્યો!!!
સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ગુજરાતમાં તમામ આંગણવાડી, આશા વર્કર-ફેસીલીએટર અને મધ્યાહ્ન ભોજન વર્કર તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી બે દિવસ કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે જેમાં તા. ૧૬ ના રોજ જીલ્લા કલેકટર કચેરીએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો
સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઇન્ટુક, એચ.એમ.એસ, આઈટુક, સીટુ, સેવા સહિતના રાષ્ટ્રીય ટ્રેક યુનિયનો સાથે સંકલિત આંગણવાડી-આશા-ફેસીલીએટર અને મધ્યાહ્ન ભોજન કર્મીઓના બનેલા રાષ્ટ્રીય મંચ દ્વારા તા. ૧૬ ના રોજ અપાયેલ રાષ્ટ્રવ્યાપી કામ બંધમાં ગુજરાતના હજારો આંગણવાડી સહિતના કર્મીઓ તા. ૧૬ અને ૧૭ ના રોજ કામથી અળગા રહેવા એલાન કર્યું છે
જે બંધ અંતર્ગત આજે તા. ૧૬ ના રોજ જીલ્લા કલેકટર કચેરીએ સવારથી બપોરે સુધી ધરણા યોજાશે જેમાં મોરબી જીલ્લાના તમામ તાલુકાના આંગણવાડી, આશા અને ફેસીલીએટર બહેનોએ ભાગ લીધો હતો તેમજ તા. ૧૯ થી ૨૩ સુધી તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોને અગાઉ આવેદન આપ્યા છતાં બજેટમાં માંગણીઓનો સ્વીકાર ના થતા ધારાસભ્ય અને સંસદ સભ્યની ઓફિસે જવાબ માંગવા જશે