
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
પીએમ કિસાન યોજના અંતર્ગત વધુને વધુ લોકો e-kyc થાય અને દરેક લોકોને લાભ પોહચે તે બાબતે દરેક લોકોને માહિતગાર કરી લાભ પોહચાડો – સાંસદ જસવંતસિંહ ભાભોર

મહીસાગર જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની સહઅધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સાંસદ ભાભોરે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમ જણાવી તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી
વધુમાં તેમણે પીએમ કિસાન યોજના અંતર્ગત વધુને વધુ લોકો e-kyc થાય અને દરેક લોકોને લાભ પોહચે તે બાબતે દરેક લોકોને માહિતગાર કરી લાભ પોહચાડવા સંબંધિત અધિકારીને તાકીદ કરી હતી. આયુષમાન કાર્ડ છેવાડાનો ગામનો એક પણ લાભાર્થી બાકી ન રહી જાય તે બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. ઉજ્વલા યોજનામાં સરકારશ્રી દ્વારા સબસીડી આપે છે તે સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય છે લાભાર્થી તેને ઉપાડીને ગેસનો બોટલ ખરીદી અને તેનો લાભ લે આ બાબતની માહિતી લાભાર્થી સુધી પહોંચાડવા સુચન કરાયું. નળશે જળ યોજના અંતર્ગત પણ લોકોને ઉનાળાના સમયમાં તકલીફ ના પડે અને પાણી અંતરિયાળ ગામડાના વિસ્તારોમાં પણ પહોંચી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચન કરાયું, ભારત સરકારની પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત વધુમાં વધુ રસ્તાઓની માંગણી કરી રસ્તાઓ બનાવવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. સાંસદ દ્વારા આદર્શ ગામ તેમજ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન(એન.આર.એલ.એમ.) હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ માં રીવોલ્વીંગ ફંડના ૨૪૦ (સ્વસહાયજૂથ) ના લક્ષ્યાંક સામે ૨૦૭ સ્વસહાયજૂથોને કુલ રૂા.૫૮.૬૦ લાખ રીવોલ્વીંગ ફંડ ચુકવવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ ૨૦૧૬/૧૭ થી ૨૦૨૨/૨૩ સુધીમાં કુલ ૧૪૧૩૪ આવાસો મંજુર કરવામાં આવેલ છે. તે પૈકી ૧૩૨૫ર આવાસો પૂર્ણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત કુલ કિમંત રૂ ૧૫૫.૮૨ કરોડની સહાય ચુક્વવામાં આવેલ છે.સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત વ્યક્તિગત શૌચાલયના જિલ્લાના મંજૂર ૧૦૬૦૨ લક્ષ્યાંક સામે ૯૧૫૩ ૮૬.૩૩% કામગીરી પૂર્ણ થયેલ છે.જીલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ઘન કચરાના ઉકરડા ના સલામત નિકાલ હેતુ ગોબરધન યોજના અલમી બનાવી ગામોમાં ગોબરગેસ પ્લાન્ટનો નવો વિકલ્પ પણ અમલી બનાવવામાં આવેલ છે. જેમાં બાલાશિનોર અને લુણાવાડા તાલુકાનાં મળી કુલ ૩૫૯ લાભાર્થીઓ ને લાભ આપવામાં આવેલ છે.








