MORBI:રાજ્યસભાના ઉમેદવાર તરીકે મયંકભાઈ નાયકના નામની જાહેરાતના પગલે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીએ અભિનંદન પાઠવ્યા.

રાજ્યસભાના ઉમેદવાર તરીકે મયંકભાઈ નાયકના નામની જાહેરાતના પગલે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીએ અભિનંદન પાઠવ્યા.
રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે. તેમાં એક નામ છે મયંકભાઈ નાયકનુ ડબલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા છતાં પણ જીવનમાં ખુબ સંઘર્ષ કરી ચુકેલા મયંકભાઇ ભાજપના પાયાના પથ્થર અને રોમેરોમથી ભગવા રંગે રંગાયેલા છે.
તેઓ હાલમાં ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ગાંધીનગર લોકસભાના પ્રભારીની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે.
સાબરકાંઠા ઓ.બી.સી. સમાજના પ્રભારી, ત્યારબાદ પાટણ લોકસભાના પ્રભારી, ત્યારબાદ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકેના ગૌરવપૂર્ણ પદ પર રહી ચુક્યા છે.તદુપરાંત વેવકાનંદ યાત્રા, નરેન્દ્રભાઇ મોદીની સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ ગુજરાતના ઇન્ચાર્જ રહી સફળતા પુર્વેક કામગીરી કરી ચુક્યા છે.
આજે નાયક, ભોજક કે વ્યાસ સમાજમાંથી 75 વર્ષે પણ કોઈ રાજ્યસભા સુધી નથી પહોંચી શક્યું ત્યારે પોતાની નિષ્ઠા, અથાગ પરિશ્રમ અને તન મન ધનથી ભાજપ પાર્ટીને સમર્પિત એવા નાયક,ભોજક,વ્યાસ જ્ઞાતિના ગૌરવ સમા મયંકભાઇ નાયકને શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી દ્વારા ખુબ ખુબ અભિનંદન સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.