MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ગ્રીન ચોકમાં ઘરે શોર્ટ સર્કિટમાં દાઝી ગયેલ પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

મોરબી ગ્રીન ચોક નજીક શામક શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા ૫૪ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ હિતેષભાઈ કુમુદચંન્દ્ર દવે ઉવ.૫૪ રહે.મોરબી શામકશેરી મહાવીર એપાર્ટમેન્ટ પાસે ગ્રીનચોકને પોતાના ઘરે ઇલેકટીક શોર્ટ સર્કિટ થતા ગંભીર રીતે દાઝી ગયેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિ.માં સારવારમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિ.માં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલ તા.૧૪ ફેબ્રુઆરીના રોજ હિતેશભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હા મોરબી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]