MORBI:મોરબી આરોપીએ ખુદ પોલીસ મથકમાં જઈને કહ્યું મારા મકાનમાં દારૂનો જથ્થો પડયો છે : પછી શું થયું જાણો અહીં

મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે રાત્રીના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બોલતો આવી કહેવા લાગ્યો કે મારા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છે. આ અગાઉ પોલીસને પણ બાતમીદારો પાસેથી પોલીસ મથકમાં આવેલ શખ્સના રહેણાંકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસે એસપી રોડ ખાતે આવેલ આઇકોન રેસીડન્સીના બ્લોક નં ૮૦૧માં દરોડો પાડી થાઈલેન્ડ મેઇડ વિદેશી દારૂની સ્કોચ-વ્હિસ્કીની ૧ લીટરની કુલ ૧૦ બોટલ મળી આવતા આ સાથે આરોપીની અટક કરી મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ તથા પ્રોહી. કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને હ્યુમન સોર્સીસમાંથી બાતમી મળેલ કે મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઇકોન રેસીડન્સી બ્લોક નં ૮૦૧માં કેલ્વીન કાલાવડીયા વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોય ત્યારે આ બાબતે ખુદ કેલ્વીન કાલાવડીયાએ પોલીસ મથકમાં આવીને કહેવા લાગ્યો હતો કે મારા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છે. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા એસપી રોડ આઇકોન રેસીડન્સીના બ્લોક નં ૮૦૧માં દરોડો પડ્યો હતો. ત્યારે દરોડા દરમિયાન થાઈલેન્ડ મેઇડ ગ્લેનફીડીચ સીંગલ મલ્ટ સ્કોચ વ્હીસ્કીની ૧ લીટરની ૬ બોટલ તથા થાઈલેન્ડ મેઇડ બેલેન્ટાઇન્સ ફીનેસ્ટ સ્કોચ વ્હિસ્કીની ૧ લીટરની ૪ બોટલ એમ કુલ ૧૦ બોટલ કિ.રૂ.૩૬,૯૩૭/-નો જથ્થો કબ્જે લઇ આરોપી કેલ્વીન નવીનભાઈ કાલાવડીયા ઉવ.૩૭ની અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ જારી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.