MORBI:મોરબીમાં ઉમિયા પાટીદાર સમાજના ૪૨ નવદંપતિ નાં સમુહલગ્ન મહોત્સવ યોજાયો!

મોરબીમાં ઉમિયા પાટીદાર સમાજના ૪૨ નવદંપતિ નાં સમુહલગ્ન મહોત્સવ યોજાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
આજે ઠેરઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તારીખ ૧૪/૨ નાં રોજ મોરબીના નાની વાવડી ગામે ૨૬મો સમુહલગ્ન મહોત્સવ નું કરવામાં આવ્યું છે. જેમાં ૪૨ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયાં છે…મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના મનુભાઈ કૈલા અને મણીલાલ સરડવા સહિત હોદેદારોએ માહિતી આપતા જણાવ્યુ છે કે સૌ પ્રથમ વાર માત્ર પાંચ નવદંપતિ થી સમુહલગ્ન ની શરૂઆત થઈ હતી પછી દર વર્ષે વધારો થયો હતો ૧૧૦-૧૧૨ જેટલા નવદંપતિઓ જોડાયા હતા જેથી વ્યવસ્થા ના ભાગરૂપે વર્ષ માં બે દિવસ સમુહલગ્ન નું આયોજન થવા લાગ્યું. અખાત્રીજ અને વસંતપંચમી. આ સાથે ઘડીયા લગ્ન ની પરંપરા માં વધારો થયો છે. તેથી આજે અહી મોરબીના નાનીવાવડી ગામે ૨૬મો સમુહ લગ્ન સમારોહ યોજાયો છે.જેમા ૪૨ નવદંપતિઓ સમાજના આગેવાનો અને સંતો મહંતો સહિતનાઓની હાજરીમાં લગ્નગ્રંથી થી જોડાયા છે. આશરે પંદર હજાર માણસો નૂ જમણવાર યોજાયું છે. અહી સ્વંય સેવક તરીકે મહિલા પાંખ પણ સેવા આપી રહ્યા હતા. આ સાથે રક્તદાન કેમ્પ રાખ્યો હતો. એકંદરે ખોટા આડંબર દેખાડ્યા વગર ઓછા ખર્ચે લગ્ન પ્રસંગ થાય તેવો અભિગમ આ સમુહલગ્ન નું અને ઘડીયા લગ્ન પ્રસંગ નું છે.