

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
પી.સી.એન્ડપી.એન.ડી.ટી.એક્ટ અતર્ગત જિલ્લાના તબીબોનો વર્કશોપ કલેકટરનાના અધ્યક્ષસ્થાને યોજાયો
મહીસાગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એકટ અંગે જિલ્લાના તબીબોનો વર્કશોપ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને ફોર સીઝન હોટલ, મોટા સોનેલા, લુણાવાડા ખાતે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગાટય કરી વર્કશોપ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સૌએ સાથે રહીને સ્ત્રી ભૃણ હત્યા અટકે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
આ વર્કશોપમાં નાયબ નિયામક મેટરનલ અને ચાઈલ્ડ હેલ્થ ડો. હર્ષદ પટેલ અને કાયદા અધિકારી અરુણ પ્રતાપ સિંહ દ્વારા જિનેટિક કાઉન્સેલિંગ સેન્ટર, જીનેટિક લેબોરેટરી જીનેટિક ક્લિનિક, અલ્ટ્રાસાઉન્ડ ક્લિનિક અને ઇમેજિંગ સેન્ટરે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તે અંગે કાયદાકીય માહિતી આપી હતી અને પી સી એન્ડ પીએનડીટી એકટ ૧૯૯૪ વિશે વિસ્તૃત સમજ અને જાણકારી આપવામાં આવી હતી.આ વર્કશોપમાં તબીબોએ કાયદાકીય મૂંઝવતા પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી.








