SINOR

શિનોર પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ નાં ઉપયોગ ઉપર પ્રતિબંધ ને લઈ માઇક દ્વારા લોકોને સૂચના અપાઈ

સરકાર શ્રી દ્વારા ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલ નાં ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જેને લઇ શિનોર પોલીસ દ્વારા શિનોર ટાઉન ખાતે માઇક માં એલાઉંસ કરી લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલ નો ઉપયોગ ન કરે અને પર્યાવણ તેમજ મનુષ્ય નો જીવ બચાવે એ હેતુ થી જાહેરાત કરવામાં આવી હતી.
અને જો કોઈ ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલ નો ઉપયોગ અથવા વેચાણ કરતા દેખાય તો હેલ્પ લાઈન નંબર અથવા ૧૦૦ નંબર ઉપર જણાવવા વિનંતી કરવામાં આવી હતી.વાત કરીએ તો ચાઇનીઝ દોરી થી કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button