SINOR
મીઢોળ ગામે ઘર આંગણે બાંધેલ એક સાથે ત્રણ વાછરડાનું દીપડાએ મારણ કરતા પશુપાલક નાં માથે આભ તુટી પડ્યું

શિનોર તાલુકાના મીઢોળ ગામે પીપળા વારા ફળિયામાં રહેતા પાટણવાડીયા મફતભાઇ જેસંગ ભાઇ એ એમના ઘર આંગણે બાંધેલ ત્રણ વાછરડા નું દીપડાએ મારણ કરતા પશુપાલક નાં માથે આભ ટુટી પડ્યું હતું.
ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યાના સુમારે દીપડાએ મફત ભાઈ નાં એક સાથે ત્રણ વાછરડા નું મારણ કર્યું હતું.
અગાઉ પણ દીપડાએ મફત ભાઈના એક વાછરડા નું મારણ કર્યું હતું.
પશુઓ ઉપર અવાર નવાર દીપડા નાં હુમલાઓ થી પશુ ઉપર જીવન નિર્વાહ કરતા પશુ પાલક પરિવારોમાં ભય નું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વન વિભાગ વહેલી તકે આવા દીપડાઓ ને પાંજરે પુરવાની કવાયત હાથ ઘરે એવી લોક માંગ ઉઠવા પામી છે.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]