
સરકાર શ્રી દ્વારા ચાયના દોરી વેચતા તેમજ વાપરતા લોકો સામે કડક પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
તેમજ જો કોઈ ચાયના દોરી વેચતા તેમજ વાપરતા દેખાય તો નાગરિકો ને ૧૦૦ નંબર ઉપર જાણ કરી જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
તેમ છતાંય કેટલાક લોકો ચોરી છૂપી ચાયના દોરી નું વેચાણ કરી રહ્યા હોય જેનો ભોગ આવા માસુમ બાળકો તેમજ નાગરિકો એ બનવાનો વારો આવતો હોય છે.
જેનો તાજો બનાવ ગઈકાલે શિનોર તાલુકાના માલસર ગામે બન્યો હતો.સત્યનારાયણ મંદિર વિસ્તારમાં ચા નાસ્તાનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા દક્ષા બેન ઠાકોર ની આઠ વર્ષની બાળકી દિયા રમતી હતી એ દરમિયાન દિયા નાં ગળાના ભાગે ચાઇના દોરી થી ગંભીર ઇજા થતાં તેને મોટા ફોફડિયા હોસ્પિલ ખાતે લઈ જવા માં આવી હતી જ્યાં તાત્કાલિક સારવાર લઈ માલસર ઘરે પરત લાવ્યા હતા.
વાત કરીએ તો ગઈકાલે જ શિનોર પોલીસ હદ વિસ્તારના સાધલી આઉટ પોસ્ટ નાં જમાદાર દ્વારા સ્ટાફ સાથે સાધલી ખાતે પતંગો ની તમામ દુકાનો ઉપર ચેકીંગ હાથ ધર્યુ હતું અને પતંગ નાં વેપારીઓ ને સૂચનાઓ આપવામાં આવી હતી.
શિનોર પોલીસ કડક કાર્યવાહી કરી ચાયના દોરી વેચતા લોકો સામે પગલાં ભરે એવી લોક માંગ ઉઠવા પામી છે.
ફૈઝ ખત્રી..શિનોર