SINOR

સાધલી મદીના મસ્જિદ ખાતે પાંચ નમાજી બાળકોને સાઇકલ ભેટ આપી પ્રોત્સહિત કરાયા

વડોદરાના શીનોર તાલુકાના સાધલી ગામની મદીના મસ્જિદ ખાતે બાળકોના હોસલા અફજાઈ નો પ્રોગ્રામ યોજાયો.
જેમાં પાંચ નમાજી બાળકોની ફૂલહાર વિધિ કરી તેઓને સાઇકલ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ મદીના મસ્જિદ સાધલીમાં યોજાયો.
આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત ટુંડાવ થી પીરે તરીકત સરકાર સૈયદ ઝાકીર અલી બાવા સાહેબ ના હસ્તે પાંચ નમાંજી બાળકોને પ્રોત્સાન રૂપે સાઇકલ ભેટ આપવામાં આવી હતી.
આ પાંચ બાળકોએ ફઝર તેમજ ઈશા ની નમાજ સતત બે મહિના જમાત સાથે પઢી હતી.આ પ્રોગ્રામના સખી દાતાઓ સલીમ પટેલ ખોઝબળ દ્વારા બે સાયકલ આપવામાં આવી. જ્યારે મલેક મુનાફ ડભોઇ દ્વારા ૧ સાયકલ આપવામાં આવી તેમજ યાસીન પટેલ વોરાસણની દ્વારા ૧ સાયકલ આપવામાં આવી તેમજ વકીલ મકસુદ હારૂન તલાટી દ્વારા એક સાયકલ આપવામાં આવી હતી.
સખીદાતાઓ દ્વારા કુલ પાંચ સાયકલ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button