SINOR
બ્રહ્મ કુમારી શિનોર શાખા ખાતે બ્રહ્માકુમારી ધરતી બહેનનાં સાનિધ્યમાં જાન્યુઆરી માસ બ્રહ્મ બાબા વિશેશ કાર્યક્રમ યોજાયો

શિનોર ખાતે આવેલ બ્રહ્મ કુમારી પરિવાર દ્વારા એક કાર્યક્રમ યોજાયો જેમાં બ્રહ્માકુમારી ધરતી બેન ના સાનિધ્યમાં પ્રવચન કાર્યક્રમ યોજાયો.
જેમાં જાન્યુઆરી માસ વિશેષ બ્રહ્મા બાબા ના અવ્યક્ત માસ તરીકે એમની અવ્યક્ત સ્મૃતિઓમાં તપસ્યા કરી અને બ્રહ્મા બાબાની પ્રેરણાઓને જીવનમાં ધારણ કરવાનો ભગીરથ પ્રયાસ કરવા આહવાન કરવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે બ્રહ્મા બાબા નાં ત્રણ મુખ્ય પ્રેરણા ના શ્રોત હતા નિરાકારી. નિર્વિકારી .નીર અહંકારી બનીને પોતાના ખોવાયેલા દેવત્વને પુનઃ પ્રાપ્ત કરવો તેમજ સંસારમાં દુઃખ અને અશાંતિનું મૂળ કારણ અહંકાર હું અને મારું જ છે ત્યારે બ્રહ્માકુમારીઝ માં અપાતી શિક્ષા આપણને આ હું અને મારા મમત્વમાંથી મુક્ત કરે છે અને ફરીથી જીવનમાં શાંતિ પ્રેમ આનંદ સુખ સંતોષ અને ધૈર્યતા જેવા ગુણોને ધારણ કરવાની પ્રેરણા આપવામાં આવી હતી..
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]