
સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં રાજકોટ અને અમદાવાદ હાઈવે પર સર્વિસ રોડ અને ગટરનું કામ ચાલતું હોવાથી પાણીની પાઇપલાઇનો વારંવાર તૂટતા સાયલા સર્કલ પાસે હજારો લિટર પીવાનું પાણી નો વેડફાટ થતો જોવા મળ્યો. જ્યારે વારંવાર પાણીની પાઇપલાઇન તૂટતા સાયલા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ વારંવાર પાણીની લાઈનો તૂટતા ફરિયાદો ની રાવ ઉઠી છે. સાયલા ગ્રામ પંચાયત ના અનુસાર જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરને વારંવાર સૂચનાઓ આપવામાં આવે છતાં પાણીની પાઇપલાઇનો તોડી નાખે છે. હાલના સમયે ઓછા વરસાદના કારણે સાયલા ગ્રામ પંચાયત દ્વારા સાત થી આઠ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. તથા પંચાયતને રીપેરીંગ કામનો બોજો સહન કરવો પડે છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરને પાઇપલાઈનો ના તૂટે તેનું ધ્યાન દોરવા વિનંતી. જેથી તંત્રને કોઈપણ જાતનું હાનિ ન પહોંચે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]