NATIONAL

ચાઈનીઝ દોરી પર હાઈકોર્ટે સરકારને આપ્યો આ આદેશ

ચાઈનીઝ દોરી અંગે આજે હાઈકોર્ટમાં ફરીવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારે આજે બીજુ સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું હતું. કોર્ટને આજે પણ સરકારના આ સોગંદનામાથી અસંતોષ લાગતાં ગુજરાત સરકારની બરાબર ઝાટકણી કાઢી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને કહ્યું હતું કે, અમને તમારા કામ પર શંકા નથી પરંતુ તમારી કામ કરવાની રીતની વાત કરી રહ્યાં છીએ. ચાઈનીઝ દોરી વેચનારા લોકો સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો કાયદો લાગુ કરો.

હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો
હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, ચાઈનીઝ દોરીથી થતાં મોત અને ઈજાઓ અંગે જાગૃતિ માટે તમે મીડિયાની મદદ લઈ શકો છો. શહેરમાં LED પર જાગૃતિ સંદેશ ચલાવી શકાય છે. હાઈકોર્ટે વધમાં કહ્યું હતું કે, તમે લોકોમાં જાગૃતિ લાવવા માટે રિક્ષાઓ પર પોસ્ટર/સ્પીકર લગાવો. શાળા-કૉલેજોમાં જાગૃતતા માટે બેઠક કરો. આ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ શાળા-કોલેજોમાં જઈને બેઠક યોજી શકે છે. આ ઉપરાંત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ચાઈનીઝ દોરી અંગે લોકો માહિતી આપી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

બીજા સોગંદનામામાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં બીજીવાર એફિડેવિટ ફાઇલ કર્યું ,બીજીવાર કરેલા સોગંદનામામાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. આ સંદર્ભે સ્કૂલ કોલેજોમાં જાગૃતતા લાવવા કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. નાયલોન દોરી,ચાઈનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો માટે પણ જણાવ્યું છે. સરકારને હાઇકોર્ટે સૂચન આપ્યું કે દરેક ચેનલના ceo જોડે વાત કરીને તેમના પ્રાઈમ ટાઇમમાં  લોકજાગૃતિ આવે તેવા પ્રયનત કરવામાં આવે. ફરજિયાત ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચનો ઉપયોગ અટકાવો. જેમ ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય તેમ આના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો.

સરકારે કહ્યું સોમવાર સુધીમાં હેલ્પલાઈન નંબર જાહેર કરીશું
હાઈકોર્ટે કરેલી ટકોરને લઈને સરકારી વકીલે સહમતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘અમે સોમવાર સુધીમાં હેલ્પલાઈન નંબર જાહેર કરીશું. આ મામલે વધુ સુનાવણી હવે 13 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે. ગઈકાલે યોજાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ફરીવાર સોંગંદનામું કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટ આટલી ટકોર કરે છે છતાંય રાજ્યમાંથી ચાઈનીઝ દોરીનું બેફામ પણે વેચાણ થઈ રહ્યું છે. પોલીસ પણ રોજે રોજ ચાઈનીઝ દોરીનો વેપાર કરનારા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.

[wptube id="1252022"]
Back to top button