NATIONAL

પોલીસે ભાજપના કાર્યકર્તાઓને દોડાવી દોડાવી માર્યા, મહામંત્રીનું મોત

પટણામાં ભાજપના પ્રદર્શન દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ લાઠીચાર્જમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. પટણામાં ભાજપના કાર્યકર્તા અને નેતા નીતિશ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની સાથે રેલી કાઢી રહ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને પ્રદર્શન સ્થળેથી રહટાવવા અને વિધાનસભાનો ઘેરાવ કરતા રોકવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને ટિયર ગેસના સેલનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ભાજપના કાર્યકર્તાઓને દોડાવી દોડાવીને માર્યા હતા. લાઠીચાર્જ દરમિયાન એક ભાજપના કાર્યકર્તાનું મોત થયુ હતુ. લાઠીચાર્જ દરમિયાન ભાજપના કાર્યકર્તા રોડ પર પડી ગયા હતા જેને કારણે માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજા થતા જ તેમનું મોત થયું હતું. પોલીસે સાંસદો અને ધારાસભ્યો પર પણ લાઠીચાર્જ કર્યો હતો જેમાં સાંસદ જર્નાદન સિંહ સિગ્રીવાલને પણ ઇજા થઇ હતી.

[wptube id="1252022"]
Back to top button