
ભારતમાં સવારે દિલ્હી બાદ હવે આજના જ દિવસ બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે.
નવા વર્ષની શરુઆતના પહેલા દિવસમાં જ બે જગ્યા ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈકાલે મોડી રાત્રે નવા વર્ષની શરુઆતમાં જ 1 વાગ્યા આસપાસ દિલ્લીમાં 3.8ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો તરત જ ઘરોની બહાર દોડી આવ્યા હતા અને હાલમાં બંગાળની ખાડીમાં પણ 4.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતા અહેવાલો અનુસાર આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે નુકશાન થયુ નથી.
ભૂકંપ શા માટે થાય છે?
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.