NATIONAL

2023માં મહાયુદ્ધની શક્યતા : ૧૬મી સદીના ભવિષ્યવેત્તા નોસ્ટ્રાદેમસની ભવિષ્યવાણી

ફ્રાન્સમાં ૧૬મી સદીમાં થયેલો વિખ્યાત ભવિષ્યવેતા નોસ્ટ્રાદેમસ તેની સટિક ભવિષ્યવેત્તા તરીકે જાણીતા છે ત્યારે ૨૦૨૩ના વર્ષ માટે નોસ્ટ્રાદેમસે કરેલી આગાહી ચિંતાજનક છે. તેના ભવિષ્યકથન પ્રમાણે ૨૦૨૩નું વર્ષ માનવજાત માટે અજંપા અને અરાજકતાભર્યું રહેશે. મહાયુદ્ધની શક્યતા પણ છે.

૨૦૨૨માં યુક્રેન-રશિયા યુદ્ધ થયું તેની દુનિયા પર વ્યાપક અસર થઈ છે. હજુય એ યુદ્ધ શમ્યુ નથી. બીજી તરફ કેટલાય દેશો વચ્ચે અશાંતિની સ્થિતિ છે. ભારત-ચીન, ચીન-તાઈવાન, અમરિકા-ચીન, જાપાન-ચીન, ઉત્તર કોરિયા-અમેરિકા જેવા કેટલાય દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. ત્યારે હજુય વધારે અશાંતિ સર્જાય એવી આગાહી નોસ્ટ્રાદેમસે કરી હતી.

૨૦૨૩નું વર્ષ નોસ્ટ્રાદેમસે અંધકારમય ગણાવ્યું છે. મહાયુદ્ધ ઉપરાંત મહામંદીની સ્થિતિ સર્જાશે અને રોજગારીની તકો ઘટી જશે. આકાશમાંથી અગનવર્ષા થશે. આ વર્ષેથી જ આશાભરી આગાહી છે મંગળ પર જીવન. નોસ્ટ્રાદેમસે લાલ ગ્રહ પર માનવ વસાહતો સ્થાપશે અને તેની શરૂઆત આ વર્ષથી થશે એવું કહ્યંજ હતું.

સ્પેસએક્સ-ટેસ્લા-ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ૨૦૨૯માં મંગળ ગ્રહ પર વસાહત સ્થાપવાની વાત કરી હતી. કદાચ ૨૦૨૩ના વર્ષમાં કોઈ મહત્ત્વની ટેકનોલોજી શોધાય જે આગામી દશકામાં માણસને અંતરિક્ષમાં સ્થાઈ વસવાટ માટે અનુકૂળ વાતાવરણ બનાવે.

ફ્રાન્સના આ ભવિષ્યવેત્તાનું પુસ્તક ૧૫૫૫માં પ્રસિદ્ધ થયું હતું, જેમાં ૯૪૨ ભવિષ્યવાણીનો સંગ્રહ છે. ૨૦૨૩માં ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકટ બનશે એવી આગાહીનો પણ એમાં સમાવેશ થાય છે.

[wptube id="1252022"]
Back to top button