MORBI CITY / TALUKOTANKARA

ટંકારા આંબેડકર હોલમાં યોગ અને યજ્ઞ કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

ટંકારા આંબેડકર હોલમાં યોગ અને યજ્ઞ કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

ટંકારાના ઉગમણાનાકા વિસ્તારના આંબેડકર હોલમાં નવા વર્ષની ઉજવણી યોગ અને યજ્ઞનાં અનેરા સંયોજનથી કરવામાં આવેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા સંચાલિત નિશુલ્ક યોગ યોગ વર્ગની શરૂઆત ફાલ્ગુનીબેન વાઘેલાના યોગ વર્ગમાં કરવામાં આવેલ. આ યોગ શિબિરમાં યજ્ઞ કરીને યોગને વધુને વધુ લોકો પોતાના જીવનમાં ઉતારે એવા હેતુની આંબેડકર હોલમાં બધા મહિલા અને બાળકોને જોડી ને સમાજ અને રાષ્ટ્રને રોગ મુકત ગુજરાત કરવાના ઉદ્દેશ્યથી પૂર્ણ કરેલ આ સેવા કાર્યમાં આર્ય સમાજના વિરાંગના બહેનો વનિતાબેન પડસુંબિયા તથા રસીલાબેન પટેલ યોગ વર્ગના યજ્ઞમાં આહૂતિ અર્પણ કરાવી તથા યજ્ઞનું મહત્વ જણાવ્યું સૌવ સાધકોએ ખૂબ સરસ સહયોગ આપેલ. આ યોગ વર્ગની પૂર્ણાહૂતિ બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ચાલી રહેલ કાર્યો તથા યોગનું જીવનમાં મહત્વ જણાવેલ.
ખૂબ જાણીને આનંદ થશે જ આ કાર્ય યુવાન નાની બહેનો દ્વારા કરવામાં આવેલ ખૂબ ટૂંકા સમયમાં સુંદર કાર્ય ક્રમનું આયોજન કરેલ. જેના માટે હું નીતાબેન સોલંકી, દેવાંશીબેન સોલંકી ફાલ્ગુની બેન વાઘેલા તથા પ્રભાબેન સારસા સૌનો આભાર વ્યક્ત કરું છુ યોગ કોચ:- કંચન સારેસા

 

[wptube id="1252022"]
Back to top button