
પ્રહલાદ ઠાકોર લાખણી
વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
અત્યારે બનાસ ની ધરતીમાં પાણીનું લેવલ 1200 ફૂટે પહોંચ્યું છે…એટલે આટલા ઊંડે થી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની છે… રોજે રોજ બોરના ખર્ચાઓ સામે લડવું ખેડૂતો માટે અસહ્ય બની ગયું છે…એટલે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે… આ વિકટ બની જઈ રહેલી પાણીના સમસ્યાના નિવારણ માટે જળ સંચયની ટીમ અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જોર છોર થી જુમ્બેશ ચલાવી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે… જળ સંચય ની ટીમ અને પ્રવીણભાઈ માળીનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો વધારે માં વધારે ખેત તલાવડી, બોર રિચાર્જ અને કુવા રિચાર્જ કરે જેથી કરીને ભૂમિગત જળને ઉપર લાવી શકાય… એમના અભિયાન ની અસરને લીધે આજે લોકો પાણી માટે જાગૃત બની પોતાના ખેતરમાં ખેત તલાવડી, બોર રિચાર્જ અને કુવા રિચાર્જ નું કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે… એ એનું સંધાને આજે પેછડાલ ગામે રમેશભાઈ વિહાભાઈ ચૌધરી ના ખેતરમાં કેશાજી ચૌહાણ અને પ્રવીણભાઈ માળી ના વરદ્દ હસ્તે ખેત તલાવડી નું ખાદ્દ મુહર્ત કરવામાં આવ્યું… આજના પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને દિયોદર ના વર્તમાન ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજાભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ રબારી, ઉકાજી માસ્તર,ગીરીશભાઈ દેસાઈ,પેછડાલના સરપંચ શીવાભાઈ, આજુ બાજુ ગામના સરપંચ શ્રીઓ, જળ સંચય ટીમના સભ્યો અણદાભાઈ જાટ, પ્રતાપભાઈ, દશરથભાઈ, મુકેશભાઈ, રમેશભાઈ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા.