
આસીફ લુણાવાડા
લુણાવાડા ની અનારવાલા સોસાયટી બાજુના લોકો રસ્તા અને ગંદા પાણીથી પરેશાન

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ના અનારવાલા સોસાયટી તેમજ શાકા મેદાનના આસપાસ ના વિસ્તારના લોકો દ્વારા બાગે મુફદૃલ એપાર્ટમેન્ટ નજીક ગંદા પાણીના નિકાલ અર્થે ગટર આવેલી છે તેની સાફ સફાઈ ના અભાવે કચરો જામી જતાં એ ગટરનું પાણી અનારવાલા તરફના મુખ્ય માર્ગ ઉપર વહે છે આ રસ્તા પર બે ડ્રેનેજની ચેમ્બર્સ આવેલી છે તેમાંથી ગંદુ પાણી આખા રસ્તા પર ફેલાયેલુ છે તેમજ સમગ્ર વિસ્તારમાં ગંદકી છવાયેલી છે જયારે આ વિસ્તારના કાદવ કીચડ લીલ સ્વરૂપે ગંદકીનુ સામ્રાજ્ય વ્યાપેલું છે એ રસ્તે પસાર થવુ ધણું મુશ્કેલ છે ખાસ કરીને વૃદ્ધજનો તેમજ રસ્તાની હાલત પણ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે એક બાજુ લોકો નમાજ પડવા જાય છે તો બીજી તરફ જમ્પિંગ રસ્તા પરથી લોકો પસાર થાય છે તથા પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી તેમજ આ વિસ્તારમાં નીકોના અભાવે સોસાયટીના રહીશોને ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે આ વિસ્તારમાં પાલિકા રોગચાળો કે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે આંખ આડા કાન કરી રહ્યું છે શું પ્રજા ફરીથી આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ વોટ આપશે? ત્યાંની જનતા આવી રીતના ગટરના ગંદા પાણીથી પસાર થતી જ રહેશે હવે આ રસ્તાનુ સમારકામ અને ગંદા પાણીનો નિકાલ તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે કે જૈસે થે વૈસે જેવુ જ રહેશે?










