સ્થાનિક સ્વરાજ્યમાં 27% અનામત મળતા મહીસાગર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સ્થાનિક સ્વરાજ્યમાં 27% અનામત મળતા મહીસાગર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી.

ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઝવેરી પંચના નિર્ણયને સ્વીકાર કરી બક્ષીપંચ સમાજને 27% અનામતની જાહેરાત કરેલ છે જેને મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સહર્ષ વધાવી આનંદ ની લાગણી અનુભવીએ છીએ અને માન્ય મુખ્યમંત્રી શ્રી નો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ઝવેરી કમિશનનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો. અહેવાલ જાહેર થયા બાદ નજીકના ભવિષ્યમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય એવી શક્યતા છે તેમજ ઓબીસી અનામતનો રિપોર્ટ પણ સરકારે જાહેર કર્યો છે. હવે ઓબીસીમાં 27 ટકા અનામત બેઠક કરવામાં આવી છે, જ્યારે એસટી બેઠક યથાવત્ રાખવામાં આવશે. જ્યારે હાલના સીમાંકન પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપનું માનવું છે કે, અમે 10 ટકામાંથી 27 ટકા અનામત આપી છે.
જ્યારે કોંગ્રેસનું માનવું છે કે આ અમારી લડતની જીત છે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ઉજવણી કરવામાં આવી હતી.
બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં દેવ ચોકડી ખાતે મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને પત્રકાર છત્રસિંહ કે ચૌહાણ દેવ સરપંચ જુવાનસિંહ ચૌહાણ રામસિંહ સોલંકી નો સામાજિક આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો અને સરકારનો આભાર માન્યો હતો.









