
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૮ જૂન
વલસાડના ધોબીતળાવ પોલીસ ચોકીની સામે વસંત ધોબીની બાજુમાં રહેતી ૨૫ વર્ષીય પૂર્વી મનિષ બરોડિયા પોતાના બે બાળકો હેત્વી ઉ.વ. ૫ અને રીયાંશ ઉ.વ. ૨ને લઈ તા. ૧૨ જૂન ૨૦૨૪ના રોજ સવારે ૯ કલાકે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા વલસાડ સિટી પોલીસ મથકે પરિવારજનોએ જાણ કરી હતી. ગુમ થનાર પૂર્વી શરીરે મધ્યમ બાંધો, ગોરો વર્ણ અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. જેણે સફેદ કલરની હાફ બાયની ટીશર્ટ અને કાળા કલરનો પ્લાજો પહેર્યો હતો. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. હેત્વી મધ્યમ બાંધો, ગોરો વર્ણ તેમજ રીયાંશ પણ ગોરો વર્ણ ધરાવે છે. જે કોઈને પણ તેઓની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
[wptube id="1252022"]