VADODARAVADODARA CITY / TALUKO

30 વર્ષીય યુવકે દિલ્હીની 50 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

સફાઈ કામ માટે દિલ્હીથી વડોદરા આવેલી 50 વર્ષીય મહિલા સાથે 30 વર્ષના યુવકે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી અને મહિલાએ ઇનકાર કરતા જાનથી મારવાની ધમકી આપી એક વર્ષ દરમિયાન અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ મહિલાએ દિલ્હી પોલીસમાં નોંધાવી હતી. જોકે દુષ્કર્મનો બનાવ વડોદરામાં બન્યો હોવાથી દિલ્હી પોલીસે આ ફરિયાદ વડોદરા તાલુક પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી છે.

શારીરિક સંબંધ બાંધવા ધમકી આપતો

વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 50 વર્ષીય એક મહિલા દિલ્હીમાં રહે છે. તેઓ દિલ્હીથી વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલા એક મકાન ખાતે સફાઈ કામ માટે આવી હતી. ફરિયાદમાં 50 વર્ષીય મહિલાએ વધુમાં જણાવ્યું કે, પરિવારનો એક 30 વર્ષીય યુવક અવારનવાર તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને જો મહિલા ઇનકાર કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. એક વર્ષ દરમિયાન યુવકે મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન વડોદરાના યુવકના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા દિલ્હી જતી રહી હતી અને ત્યાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અનેક લોકો પાસેથી નાણાં પણ લીધા

દુષ્કર્મનો બનાવ વડોદરા ગ્રામ્ય પોલીસની હદમાં બન્યો હોવાથી દિલ્હી પોલીસે મહિલાની ફરિયાદને વડોદરા તાલુકા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી. આથી વડોદરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે ફરિયાદ બાદ મહિલાએ શારીરિક તપાસ કરાવવાનો ઇનકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે મહિલા મૂળ પશ્ચિમ બંગાળની વતની છે અને વડોદરામાં જે મકાનમાં તેઓ કામ કરતી હતી ત્યાં અનેક લોકો પાસેથી અલગ-અલગ બહાને નાણાં પણ લીધા છે. જ્યારે યુવક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

[wptube id="1252022"]
Back to top button