GUJARAT
એરંડા ઉત્પાદક ખેડૂતોની હાલત ભારે કફોડી બનતા,ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન પહોંચ્યુ હોવાની હકીકત સામે આવી છે…
વડોદરા જીલ્લાના કરજણ અને શિનોર પંથક મા એરંડા ની ખેતી વિશેષ પ્રમાણમા થતી જોવા મળે છે પ્રાપ્ત માહિતિ મુજબ ગત વર્ષે,એરંડા ની પ્રારંભિક શરૂઆત, પ્રતિ 20 કિલોના રૂપિયા 1450/- ના ભાવ થી થઈ હતી.અને ક્રમશ: આ ભાવ ઘટી ને,એરંડાના અંતિમ તબક્કામા, પ્રતિ 20 કિલોના રૂપિયા 1175/- સુધીનો જોવા મળ્યો હતો.તેમજ આ સાથે એરંડા નુ ઉત્પાદન પણ સારૂ રહેતા, એરંડા ઉત્પાદક ખેડૂતોમા સંતોષ ની લાગણી જોવા મળી હતી..પરંતુ ચાલુ વર્ષ દરમિયાન એરંડા ની પ્રારંભિક શરૂઆત, પ્રતિ 20 કિલોના રૂપિયા 1170/- ના ભાવથી થયા બાદ,દિન-પ્રતિદિન એરંડા ના ભાવમા સુધારા ના સ્થાને ક્રમશ:ઘટાડો નોઘાતા,નોંધાતા, એરંડામા વધુ ભાવ મળવાની,ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યુ છે. બીજીતરફ ગત વર્ષ ની સરખામણીએ એરંડાના ઉત્પાદન મા પણ ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે..જેના કારણે એરંડા ઉત્પાદક ખેડૂતોની હાલત ભારે કફોડી અને દયનીય બની છે.અને મોટુ આર્થિક નુકશાન સહેવાનો વારો આવ્યો છે..આ સ્થિતિ મા મજબુર અને લાચાર બનેલા કેટલાક ખેડૂતો, સ્થાનિક વેપારીઓ ના હાથે લૂંટાઈ પણ રહ્યા છે..પરંતુ એરંડા ઉત્પાદક ખેડૂતોની આ દયનિય હાલત સમજવાનો સમય ,કોની પાસે ? અને ક્યા છે.. ??? હાલ ગત વર્ષ ની સરખામણીએ એરંડામા જોવા મળેલ ઓછુ ઉત્પાદન તેમજ પ્રતિ 20 કિલો એ રૂપિયા 300/- જેટલા ઓછા ભાવને કારણે,એરંડા ઉત્પાદક ખેડૂતોની હાલત નિશ્ચિત પણે કફોડી બની છે.. ફૈઝ ખત્રી...શિનોર


[wptube id="1252022"]





