શિવરાત્રી નિમિત્તે ઈડર શહેરમા અંતિમધામ (સ્મશાન) ખાતે રાત્રિના સમયે ભજન કીર્તન કરી અનોખી ઉજવણી કરવામાં આવી


સાબરકાંઠા…
શિવરાત્રી નિમિત્તે ઈડર શહેરમા અંતિમધામ (સ્મશાન) ખાતે રાત્રિના સમયે ભજન કીર્તન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના સમયે મહિલા પુરુષો સહિત બાળકોએ ભજન કીર્તન કરી શિવરાત્રિ નિમીતે ભગવાન શિવની પૂજા કરી હતી..
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર ખાતે આવેલ અંતિમધામ (સ્મશાન) ખાતે રાત્રિના સમયે ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં કોઈપણ વ્યક્તિ જ્યારે મુત્યુ પામતો હોય છે ત્યારે તેણે અંતીમધામ (સ્મશાન) ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવતો હોય છે. ત્યારે ગોર કળિયુગ માં અણ શ્રધ્ધા વરચે માનવીના જીવનનો અંતીમ માર્ગ કહેવાતા અંતીમધામ (સ્મશાન) ખાતે ઈડર ધાંટી રોડ અંતીમધામ (સ્મશાન) ખાતે શિવરાત્રિ નિમિતે ભજન કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાત્રિના સમયે નગરપાલીકા કોર્પોરેટર અજીતભાઈ ભોઈ, નારણભાઈ, મહેશભાઇ, ભીખાભાઈ, નિલેશભાઈ, પ્રવીણભાઈ, હીરાભાઈ ખટીક, રમેશભાઈ સોલંકી સહિતના આજુબાજુ વિસ્તાર ની સાત સમાજનાં ભકતોએ સ્મશાન ખાતે બિરાજમાન ભગવાન શિવજી નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે રાત્રિના સમયે ભજન કીર્તનમાં મહિલા સહિત બાળકો સ્મશાન ખાતે પહોચતા સર્વે કોઇને એક અનોખો સંદેશ પાઠવતા નજરે પડયા હતા…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



