IDARSABARKANTHA

ઈડર વન વિભાગ દ્રારા લોકોમાં જાગૃતિ લાવવા સવાર અને સાંજે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય ત્યારે લોકોને પતંગ ન ઉડાડવા વન કર્મીઓએ બાઇક રેલી યોજી

સાબરકાંઠા…

મકરસંક્રાંતિ પર્વ નિમિતે લોકોમાં જાગૃતિ લાવવા સવાર સાંજ ઉતરાયણ પર્વમાં લોકોને પંતંગ ન ઉડાડવા માટે ઈડર વન વિભાગ દ્રારા અપિલ કરવામાં આવી હતી ચાઇનીઝ દોરી અને તુક્કલ થી દુર રહી પક્ષીઓને બચાવવાં માંટે રેલી યોજી અપિલ કરવામાં આવી હતી…

મકરસંક્રાંતિ પર્વ એટલે ઉતરાયણના દિવસે લોકો વહેલી સવારથી પોતાના ધાબે ચઢી પતંગ રસિયાઓ આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાવતા હોય છે ત્યારે વહેલી સવારે અબોલ પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે અને તે પક્ષીઓ દોરીથી કપાતા પણ હોય છે જેને લઇ ઈડર વન વિભાગ દ્રારા લોકોમાં જાગૃતિ લાવવા સવાર અને સાંજે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય ત્યારે લોકોને પતંગ ન ઉડાડવા વન કર્મીઓએ બાઇક રેલી યોજી લોકોને અપીલ કરી હતી ત્યારે ખાસ કરીને ચાઇનીઝ દોરી તેમજ તુક્કલથી પક્ષીઓને બચાવવા વહીવટી તંત્ર અને વન વિભાગે લાલ આંખ કરી છે ત્યારે ચાઇનીઝ દોરીથી લોકોને પતંગ ન ઉડાડવા જાહેર અપીલ પણ કરવામાં આવી છે ત્યારે વન વિભાગે ચાઇનીઝ દોરી વેચનાર અને ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા અલગ અલગ ટીમો બનાવી સક્રિય થયાં છે અને લોકોને ચાઈનીઝ દોરી અને તુક્કલથી દુર રહેવા અપીલ પણ કરવામાં આવી છે…

 

રિપોર્ટર:-જયંતિ પરમાર

[wptube id="1252022"]
Back to top button