IDARSABARKANTHA

ઈડર રામલેશ્વર તળાવ માંથી નાહવા પડેલ યુવાન ડૂબ્યો…

 

સાબરકાંઠા…

ઈડર રામલેશ્વર તળાવ માંથી નાહવા પડેલ યુવાન ડૂબ્યો…

ઈડર શહેરનાં રામલેશ્વર વિસ્તારમા રહેતા પોપટભાઈ બાબુજી આદિવાસી નામનો યુવાન વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો. જૉકે અસ્થિર મગજનો યુવાન રામલેશ્વર તળાવમાં નાહવા પડ્યો હતો. ત્યારે યુવાન ઉડાન પાણીમાં જતો રહેતા યુવાનનું પાણીના ડૂબી જવાથી મૃત્યુ થયુ હતું. ત્યારે પાણીમાં યુવાન ડૂબ્યો હોવાના સમાચાર ને લઇ સ્થાનિકોએ ઈડર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સૂચના આધારે ઈડર ફાયર બ્રિગેડ નું ટીમ તાત્કાલીક ધટના સ્થળે પહોંચી યુવાનનાં મૂર્તદેહ ને બહાર કાઢ્યો હતો. ત્યારે યુવાનની લાશને પીએમ અર્થે ઉદાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનાં દીકરાના મોતનાં સમાચારને લઇ પરિવારમા ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ત્યારે પરિવારે સરકાર દ્રારા મદદ નો લાભ મળે તેવી ઇરછા વ્યકત કરી હતી…

રિપોર્ટર:-જયંતિ પરમાર

[wptube id="1252022"]
Back to top button