ઇડર જવાનપુરા વિસ્તારમાં આવેલ ટ્યુશન કલાસિસો માં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો
ઈડરના જવાનપુરા વિસ્તારમાં આવેલ દામોદર કોમ્પ્લેક્ષ એરિયામાં ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કોણ કરાવશે?
વિદ્યાર્થીઓના જીવન સાથે ઇડરના જવાનપુરા વિસ્તારમાં હજુ રમત થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે
ઇડર જવાનપુરા વિસ્તારમાં આવેલ ટ્યુશન કલાસિસો માં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળ્યો
ઈડરના જવાનપુરા વિસ્તારમાં આવેલ દામોદર કોમ્પ્લેક્ષ એરિયામાં ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કોણ કરાવશે?
રાજકોટ ભીષણ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ટ્યૂશન કલાસીસમાં ફાયર સેફટીની સુવિધા તેમજ ફાયર NOC ફરજિયાત અમલી બનાવવાની દિશામાં કવાયત આરંભાઇ છે. ત્યારે જવાનપુરા વિસ્તારમાં આવેલ દામોદર કોમ્પ્લેક્ષ તથા શનય કોમ્પ્લેક્ષ એરિયામાં ચાલતા ટ્યૂશન ક્લાસીસના સંચાલકો ફાયર સેફ્ટીના નિયમોને નેવેમુકી બાળકોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે અને ટ્યુશન સંચાલકો તંત્ર ને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ 9 મીટર કરતા ઊંચા બિલ્ડિંગોમાં ફાયર NOC વગર ખુલ્લે આમ ટ્યુશન કલસિસો ચલાવી રહ્યા છે સુત્રો ધ્વારા મળતી માહિતી મુજબ મોટા ભાગના ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાંજ આવતું નથી. કેટલીક જગ્યાએ ફાયર સેફટીના સાધનો તો છે પરંતુ લાંબા સમયથી તેની ચકાસણીજ થઈ નથી. જયારે કેટલી જગ્યાએ અપૂરતા સાધનો છે. તો કેટલીક જગ્યાએ અંદર જવા અને બહાર નીકળવા એકજ રસ્તો છે. આ જોતા લાગી રહ્યું છે કે તંત્ર ધ્વારા જાણે કોઈ મોટી દુર્ગટના રાહ જોવાઈ રહી છે અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસીસ સંચાલકોને માત્ર નોટીસ આપી સંતોષ માની રહ્યું છે. સુરતમાં તક્ષશિલા કાંડ બાદ હવે રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર તંત્ર દ્વારા ફાયર NOC માટે ચેકિંગની શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે જગ્યાએ ફિયાર NOC ન હોય ત્યાં કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ જવાનપુરા પંચાયત ની હદમાં ફાયર NOC વગર ધમધમી રહેલા ટ્યુશન કલસિસોના સંચાલકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એતો આગામી સમય બતાવશે
જયંતિ પરમાર સાબરકાંઠા