
રાજકોટ ડી. ડી.ઓ. એ કિશોરી કાર્યક્રમ ની કરી પ્રશંસા.
૬ જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જેતપુર તાલુકા મા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના બાળ વિકાસ યોજના અધિકારી જેતપુર ધોરાજી ઉપલેટા ઘટક ના આઇ. સી. ડી.એસ. ના બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી ના અભિયાન હેઠળ કિશોરી મેળો યોજાયો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક ના આઇ. સી. ડી.એસ. અંતર્ગત પૂર્ણા યોજના તથા મહિલા અને બાળ વિકાસ હેઠળ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના નો મુખ્ય હેતુ દીકરી જન્મ પ્રોત્સાહન કરી, દીકરી શિક્ષણ, બાળ લગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષાના, ના હેતુ થી લગત તમામ વિભાગો સાથે સંકલન રાખી ને જેતપુર, ધોરાજી, ઉપલેટા જામકંડોરણા ઘટક દ્વારા સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળા નુ આયોજન થયેલ હતુ.
આ કિશોરી મેળા મા સાથે સાથે સરકાર માથી આવતા માતૃ શકતી, બાલ શકતી, ના પેકેટ ની વિવિધ પ્રકારની વાનગી બનાવી પ્રદશન કરવામા આવ્યું હતું સાથે કિશોરી દ્વારા રંગોળી બનાવામા આવી હતી.
ઉપલેટા, ધોરાજી, જેતપુર જામકંડોરણા આ ચાર તાલુકા સાથે મળી ને કિશોરી મેળો નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ત્થા ઉપલેટા જેતપુર ધોરાજી, જામકંડોરણા, તાલુકા ના આગેવાનો અને અધિકારી, કર્મચારીઓ આંગણવાડી વર્કર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાજકોટ ડી. ડી. ઓ. એ આ કાર્યક્રમ મા કિશોરી ઓ ને સરકાર ની યોજના, સુરક્ષા, આરોગ્ય, વિશે માર્ગદર્શન આપી ને કાર્યક્રમ ની પ્રશંસા કરી હતી.