
આક્ષેપિત અને જવાબદાર અધિકારી આવ હરખા આપડે બેવ સરખા?
રાજકોટ જિલ્લામાં આઇ. સી. ડી.એસ. વિભાગ મા ભૂતકાળ મા થયેલ કૌભાંડો ના શિલશીલા બંધ અખબારી અહેવાલો ગાંધીનગર થી પ્રસિધ્ધ થતા અહેવાલો લખનાર પત્રકાર ના નંબર બ્લેક લિસ્ટ મા મૂકી દીધા!?
રાજકોટ જિલ્લામા આઇ. સી.ડી. એસ. વિભાગ મા આઉટ સોર્સ થી કામ કરતો કર્મચારી શૈક્ષણિક લાયકાત ધરાવતા ના હોય તેવા વિગત વાર અહેવાલો શિલશીલા બંધ પ્રસિદ્ધ કરવામાં આવતા અમુક આઇ. સી. ડી.એસ. ના અધિકારીઓએ કાર્યવાહી કરવાને બદલે પત્રકાર નંબર બ્લેક લિસ્ટ મા મૂકી દીધા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શુ આ બધા ભાગબટાઈ કરતા હશે? કે પછી તુ જેસા મે વસા હશે.
રાજકોટ જિલ્લામાં ભૂતકાળ મા ફરજ બજાવતા હતા હાલ જુનાગઢ કોર્પોરેશન મા ફરજ બજાવે છે તે પ્રોગ્રામ ઓફીસર વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ ઘણી ફરિયાદો ઉઠી છે ત્યારે તેના ગાંધીનગર, રાજકોટ અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરવામા આવતા આઇ. સી. ડી.એસ. ના અમુક અધિકારી એ પોતાની ફરજ ભૂલી ને આક્ષેપિતો ને મદદ કરી રહ્યા છે? તે ભૂલી રહ્યા છે કે તમે પ્રજા ના પરસેવો ના પૈસા થી પગાર મેળવી રહયા છો.
સત્ય હમેશા કડવુ જ હોય છે એટલે આજે નહીં તો કાલે છાપરે ચડી ને પુકારે છે.
ગાંધીનગર આઇ. સી. ડી.એસ. ની નિયામક કચેરી ખાતે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોડીનેટર વિરુદ્ધ ફરિયાદ કરતા ફક્ત એક ને એક કેસેટ વગાડી ને જવાબ આપે છે કે જવાબદાર અધિકારીઓ ને સૂચના આપી છે કાર્યવાહી માટે તો કેમ કોઈ કાર્યવાહી જવાબદાર અધિકારી નહીં કરતા હોય કે પછી સૂચના નહીં આપી હોય તે આગામી સમય બતાવશે.