
તા.૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
56 લોકોએ બૌદ્ધ ધર્મ નો અંગીકાર કર્યો, ભીમાં કોરેગાંવ શોર્ય દિવસ નિમિતે બાઈક રેલી યોજી
ધોરાજીમા હિન્દુ ધર્મ છોડી 56 લોકોઓ એ બૌદ્ધ ધર્મ નો અંગીકાર કર્યો તથા ભીમાં કોરેગાંવ શોરય દિવસ નિમિતે બાઈક રેલી યોજવામાં આવી હતી
રાજકોટ જિલ્લાના ધોરાજીના બહાર પુરા વિસ્તાર મા આયોજીત કાર્યક્રમ મા 56 જેટલા પરીવાર ના સદસ્યોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ધોરાજી ઉપલેટા ભાયાવદર જામકંડોરણા સહિત આ વિસ્તાર ના લોકોએ એ આ પ્રસંગે બૌદ્ધ ધર્મ ના અનુયાયીઓ અને ડો બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્ય ને સાક્ષી રાખીને હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો તે પરીવારો એ અગાઉ તંત્ર ની પૂર્વ મંજૂરી લીધી હતી તથા ભીમાં કોરેગાંવ શોર્ય દિવસ નિમિતે બાઈક રેલી કાઢી હતી આ રેલી ધોરાજીના વિવધ વિસ્તારોમાં ફરી હતી ધોરાજીના આંબેડકર ચોક ખાતે આવી પહોંચી હતી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા અને જય ભીમ નાદ સાથે રેલી ગુંજી ઉઠી હતી