
તા.૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ છે
જેતપુરના ભોજધાર વિસ્તારમાંથી રાજકોટ રૂરલ એલ.સી.બી એ 55 બોટલ દારૂ-બિયર 20 ટીનનાં જથ્થા સાથે ચિરાગ ઉર્ફે લંગડા નામના શખ્સને દબોચી રૂ.20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત અનુસાર, રાજકોટ રૂરલ એલ.સી.બીનાં પીઆઇ વિ.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતાં ત્યારે જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રેહતો ચિરાગ ઉર્ફે લંગડો નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ ડાંગર અને દિવ્યેશ સુવાએ ભોજાધાર વિસ્તારમાં આવેલ મકાનમાં દરોડો પાડી રૂમમાં તપાસ કરતા પૂંઠાની નીચે છુપાવેલ વિદેશી દારૂની 55 બોટલ અને બિયરના 20 ટીન મળી આવ્યા હતાં. પોલીસે મકાન મલિક ચિરાગ ઉર્ફે લંગડો વિનું પરમાર (ઉ.વ.30) ની ધરપકડ કરી રૂ.20 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ-બિયરનો જથ્થો ક્યાંથી લાવેલ અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે.