JETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતોને બાગાયત વિભાગની નવી સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ

તા.૧૮/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સરકારશ્રીના બાગાયત ખાતામાં બાગાયતદાર ખેડૂતો માટે સહાયલક્ષી યોજના અન્વયે જણાવવાનું કે, સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત બાગાયત ખાતા દ્રારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકવામા આવી છે. જેમાં ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના’, ફળપાકોના (આંબા તથા લીંબુ પાકના) જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના’ તથા ‘પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ’ એમ કુલ ત્રણ નવી યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતો I-Khedut, https://khedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૧૩/૦૮/૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે.

આ યોજનાઓમા રસ ધરાવતાં ખેડુતોએ અરજી કર્યાના દિન-૭ મા ઓનલાઈન કરેલ અરજીની સહીવાળી પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વિગેરે જરૂરી કાગળોની નકલ તેની પાછળ બિડાણ કરી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨/૩ જિલ્લા સેવા સદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ફોન નં:-૦૨૮૧-૨૪૪૫૫૧૭ પર રજુ કરવા સર્વે ખેડૂત મિત્રોએ નાયબ બાગાયત નિયામકશ્રી રાજકોટની યાદી દ્વારા નોંધ લેવા જણાવવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button