
તા.૮ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર ખીરસરા રોડ પર આવેલ પાણીના ફિલ્ટર પ્લાન્ટ નજીક સમી સાજે ત્રણ બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક પરપ્રાંતીય મજૂર યુવકનું મોત નિપજ્યું જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર થી ખીરસરા તરફ જતા રોડ પર પાણીના ફિલ્ટર પ્લાન્ટ નજીક આજે સમી સાંજે ત્રણ બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ મધ્યપ્રદેશ જિલ્લાના જાંબુઆ અને હાલ જેતપુરના ચાપરાજ પુર ખાતે રહેતો પરપ્રાંતિય મજૂર શંકર ગુલાબભાઈ પરમાર ઉ.વ ૩૮ નું ઘટના સ્થળે નિપજ્યું હતું જ્યારે એક બાઈક ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો તેમજ એક બાઈક સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતનાં પગલે રોડ ઉપર લોકોના ટોળાં એકઠા થયા હતા જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બીજી બાજુ અકસ્માત અંગેની જાણ સિટી પોલીસ ને થતાં તે તુરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી બાઈક ચાલક મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો અને આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી