
વર્ષ ૨૦૨૦ મા તેલ મા મોટી ગેરરીતિ હોવાની શંકા!
- ૧૨ જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી
રાજકોટ જિલ્લામાં આઇ. સી. ડી.એસ. વિભાગ પાસે જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માગવામા આવી હતી કે હાલ જુનાગઢ કોર્પોરેશન મા ફરજ બજાવતા પ્રોગ્રામ ઓફિસર તે સમયે રાજકોટ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલા બેન દવે ફરજ કાળ દરમિયાન ક્યા ક્યા તાલુકા ઓ થી આંગણવાડી મા આવતા તેલ ડબ્બા હેર ફેર કરવામા આવ્યા હતા.
જાહેર માહિતી અધિકારી રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ માહિતી માગનાર ને જવાબ જણાવ્યું છે કે અમુક પ્રકાર ના રેકોર્ડ કચેરી ઉપલબ્ધ નથી તો સરકારી જથ્થો હેર ફેર થયેલ નો રેકોર્ડ ના હોવાથી શંકા ઉદ્દભવી રહી છે કે તેલ ના ડબ્બા હેર ફેર મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે.
હવે એ જોવાનું રહ્યું છે કે તેલ ના ડબ્બા ના રેકર્ડ કચેરી ના હોવાથી હાલ ના જવાબદાર અધિકારી એ જાણતા હોવાથી આગળ શુ કાર્યવાહી કરી ને સાચુ બહાર લાવશે કારણ કે આ તેલ આંગણવાડી મા બાળકો માટે બનાવમા આવતી વાનગી ઓ માટે હતુ બાળકો માટે આવતો જથ્થા મા પણ ગેરરીતિઓ આચરવામાં આવી?
આવી તો કેટલી ફાઈલો ભ્રષ્ટાચાર ની ફાઈલો રાજકોટ આઇ. સી.ડી.એસ. કચેરી માથી ગુમ થઈ ગઈ હશે? ત્રણ ત્રણ વર્ષ થી મુખ્યસેવીકા લેવલ ના કર્મચારી મોટા સાહેબ બની ને બેઠા છે, શૈક્ષણિક લાયકાત ના ધરાવતા આઉટસોર્સિંગ કર્મચારી ડિસ્ટ્રીક્ટ કોડીનેટર, હિસાબી ક્લાર્ક એક વર્ષ ઉપર થી મંગળદિન બીલો ની રકમ ચૂકવણી કરતા નથી તો પણ બધું સરસ ચાલે છે જવાબદાર અધિકારીઓ આંખે બે નંબરી ચશ્મા પહેરેલા છે?