JETPURRAJKOT

જેતપુર પંથકમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતમાં 60 લોકોના જીવ ગયા, 

તા.૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર ડિવિ.માં નોંધાયેલા હત્યાના 14 ગુના પૈકી 7 શહેરના

 

જેતપુર ડિવિઝન હેઠળ આવતા જેતપુર સીટી, જેતપુર તાલુકા, વીરપુર, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, ભાયાવાદર અને પાટણવાવ ૮ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં ગંભીર પ્રકારના કુલ ૯૬૦ ગુન્હા નોંધાયા જેમાં હત્યાના -૧૪, ખૂનની કોશિષના -૮, પોકસો – ૧૪, નાર્કોટીસ – ૩, મારામારીના – ૫૩, મહિલા અત્યાચારના – ૨૦, ઘરફોડ ચોરી – ૧૭, વાહન ચોરી – ૩૪, લૂંટ – ૫, જુગાર- ૫૧૬, ટ્રાફિક નિયમન ભંગ – ૭૬૦, ઓવરસ્પીડ – ૧૩૯, અને અકસ્માતમાં મોત થઈ કુલ ૯૬૦ જેટલા ગંભીર પ્રકારના ગુન્હા નોંધાયા હતાં. તેમજ પ્રોહીબિશનમાં નશો કરી વાહન ચલાવવાના -૧૩૩ અને દેશી-વિદેશી દારૂ વેંચવા પીવાના ૩૬૭૪ કેસ નોંધાયા હતાં.

વર્ષ ૨૦૨૨માં સમગ્ર જેતપુર ડિવિઝનમાં હત્યાના ૧૪ ગુન્હામાંથી જેતપુરમાં ૭ ગુન્હા નોંધાતા જેતપુર ક્રાઈમ નગરી તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને સૌથી ગંભીર બાબત કહી શકાય તે રોડ અકસ્માતમાં મોતનું કેમ કે, વર્ષ દરમિયાન ૬૦ જેટલા મોત વાહન અકસ્માતને કારણે નોંધાતા વાહન ચલાવવામાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાની ખાસ જરૂર છે.

[wptube id="1252022"]
Back to top button