JETPURRAJKOT

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠક

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મંજૂર થયેલા વિકાસ કામોને સત્વરે પૂર્ણ કરવા તથા પાણીની રજૂઆતોને ટોચઅગ્રતા આપવા

મંત્રીશ્રી પટેલની તાકીદ

રાજકોટ જિલ્લાના પ્રભારી તથા રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. તથા બેઠકમાં રજૂ થયેલ નવી દરખાસ્તોને યોગ્ય સમીક્ષા બાદ મંજૂરી આપવામાં આવી હતી. મંત્રી શ્રી રાઘવજીભાઈએ પ્રગતિ હેઠળના તમામ વિકાસ કામોની સમીક્ષા કરી હતી અને વિવિધ જોગવાઈઓ હેઠળની નવી દરખાસ્તોને મંજૂર કરવા અંગે અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રાજ્ય સરકારની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજુર થયેલા અને દરખાસ્ત માટે આવેલા વિવિધ વિકાસ કામો અંગે મંત્રીશ્રી રાઘવજીભાઈએ સંબંધિત વિભાગો પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી. અને પેન્ડિંગ કામો નિયત સમય મર્યાદામાં સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. નિયત માર્ગદર્શિકામા સમાવિષ્ટ ન થઈ શકે તેવા કાર્યોને નામંજૂર કરવા અંગે મંત્રીશ્રીએ યોગ્ય કાર્યવાહી કરી હતી. પીવાના પાણીની રજૂઆતોને ટોચ અગ્રતા આપવા મંત્રીશ્રીએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આજી રિવરફ્રન્ટ, રામનાથ મહાદેવ મંદિર, ધોરાજી સર્કિટ હાઉસનું નવું બિલ્ડીંગ વગેરે બાબતો અંગે પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.

પૂર્ણ થઈ ગયેલા વિકાસકામોની સમયસર ઓનલાઈન એન્ટ્રી કરવા મંત્રીશ્રીએ સંબંધિતોને ટકોર કરી હતી, જેથી પેન્ડન્સી ઘટાડી શકાય.

નિવાસી અધિક કલેક્ટર શ્રી કે.બી.ઠક્કરે બેઠકના પ્રારંભે ઉપસ્થિતોને આવકાર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે. બગીયાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ જિલ્લા આયોજન સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તો અને તેને પરિપૂર્ણ કરવા થયેલા આયોજનની વિગતોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

આ બેઠકમાં સાંસદશ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલીયા અને શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત-નગરપાલિકાના પ્રમુખો અને સભ્યો, વિવિધ સમિતિઓના પ્રમુખો, વિવિધ ગામોના સરપંચો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિષકુમાર,

પ્રાંત અધિકારી સર્વશ્રી જે એન લિખિયા, શ્રી સંદીપ વર્મા, શ્રી વિવેક ટાંક, શ્રી રાજેશ આલ, જુદા જુદા તાલુકાઓના ચીફ ઓફિસરો તથા તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button