RAJKOTUPLETA

ઉપલેટા તાલુકાના નીલખા ગામના રૂદ્રાંશની જન્મજાત હ્રદયની ખામી દૂર કરાઇ

“રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલખા ગામના રૂદ્રાંશની જન્મજાત હ્રદયની ખામી દૂર કરાઇ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૦૯ જાન્યુઆરી  રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં નીલખા ગામના ૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ જન્મેલો રૂદ્રાંશ જન્મથી જ હૃદયની કંઈક ખામી ધરાવતો હતો. આ બાળકને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર સઘન સારવાર આપી હૃદયની ખામી દૂર કરવામાં આવી હતી.

        ઉપલેટા તાલુકાના ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આર.બી.એસ.કે ટીમના ડો. ક્રિષ્ના પેથાણી અને ડો.સમર્થ રામાનુજે તા. ૨૬ ઓગસ્ટના રોજ નીલખા ગામના રૂદ્રાંશના ઘરે વિઝિટ કરી રૂદ્રાંશના સ્વાસ્થ્યની તપાસ કરતા તેને હૃદયની ખામી હોવાનું જણાયું હતું. તેથી તેની સઘન ચકાસણી અને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જયાં રૂદ્રાંશનું તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સોનોગ્રાફી અને 2 D Echo કરી નિષ્ણાંત તબીબોએ તેને હૃદયની તકલીફ હોવાનું નિદાન કર્યું હતું. આ બિમારી સઘન સારવારથી જ મટાડવાનું નક્કી કરી, રૂદ્રાંશના હૃદયની સર્જરી ન કરવાનો નિર્ણય લીધો હતો અને સઘન સારવારથી જ તેની આ ખામી દૂર કરવામાં આવી હતી.

        રૂદ્રાંશના પિતા મજબૂતભાઈ હંબલે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,સરકારશ્રી દ્વારા અમલી બનાવાયેલા “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત હાલ તેમના પુત્ર રૂદ્રાંશનું સ્વાસ્થ્ય એકદમ સરસ છે જેના બદલ સરકારશ્રીનો ખૂબ આભારી છું.

[wptube id="1252022"]
Back to top button