
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામના ખેડૂત ધવલભાઈ જોશી એ રાજકોટ કાર્યાપાલક ઇજનેર લેખિત ફરિયાદ કરેલ છે કે ૨૨ વીઘા સીમ જમીનમાં પિયત કરેલ છે તે જમીન સોડવદર સિંચાઇ યોજનાની કેનાલ લાગુ પડે છે. અમો અરજદારે નિયત કરેલા પૈસા પણ ભરેલ હોવા છતાં અમારી સીમ જમીનમાં છેલ્લા પાણી માટે કેનાલનું પાણ સાવ મેળેલ નથી.
અમો એ પિયત માટે ઘણો બધો ખર્ચ કરેલ હોય પણ છેલ્લું પાણ પૈસા ભરેલ હોવા છતાં પાણીના મળતા અમોને ખૂબ મોટા પાયે આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે એક બાજુ અતિશય વિકટ સ્થિતિમાં જીવન જીવતો હોય એક બાજુ આવી મનસ્વી રીતે વર્તન કરતાં સિંચાઇ વિભાગ સ્થાનિક કર્મચારીઓની ખુલ્લી દાદાગીરી ને લીધે અમોને મોટા પાયે આર્થિક નુકશાન થયેલ છે તેવી ફરિયાદ થઈ આવેલ છે.
[wptube id="1252022"]





