
તા.૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનાર જુદી-જુદી ધાર્મિક શોભાયાત્રાઓ, ધાર્મિક તહેવારોની ઉજવણી તેમજ રેલીઓ/ ધરણાઓ દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા. ૦૧/૦૩/૨૦૨૩થી તા.૩૦/૦૪/૨૦૨૩ સુધી પરવાનગી વગર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય, તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય અર્ધસરકારી એજન્સીમાં નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
[wptube id="1252022"]








