
૧૨ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નીલેશ સોલંકી ઉપલેટા


ધોરાજીના ઝાંઝમેર ગામે સગીરાની છેડતી બાદ તેના દાદીએ એસિડ પીધુ હતુ અને પિતાએ ઝેરી દવા પી લેતા દાદીનું મોત નીપજ્યું હતું જ્યારે તેણીના પિતાની હાલત હાલ ગંભીર હોવાથી ધોરાજી પોલીસ મથકે સગીરાના કાકાએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.ઘટનાને પગલે ગામે બંધ પાળ્યો હતો. આરોપી ઝડપાયા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક દાદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસમાં ફરિયાદમાં વિજયભાઈ જીવાભાઇ વાછાણીએ જણાવ્યુ કે તેઓ ઝાંઝમેર ખાતે માતા-પિતા અને મોટાભાઈ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને સાથે તેના મોટાભાઈ રાજેશભાઈ ની પુત્રી ઉંમર વર્ષ ૧૪ સાથે રહે છે. ગઈકાલે અમે વાડી ખેતરે હતા ત્યાંથી ઘરે જતા માતા મંજુલાબેન જીવાભાઈ વાછાણીએ એસિડ પી લેતા તેને સ્થાનિક સારવાર અપાવ્યા બાદ જુનાગઢ વધુ સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં તેનો મૃતદેહ લઇ ઝાઝમેર પરત આવ્યા હતા ત્યારે મોટાભાઈ રાજેશભાઈની પુત્રીએ પોતાની સાથે થયેલ છેડતી બાબતે
વાત કરી હતી. અને જણાવેલ કે ગામમાં રહેતા જયરાજસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાએ સગીરાના ઘર પાછળ સગીરાનો હાથ પકડી લીધો હતો. અણછાજતી માગણી કરતા સગીરા ત્યાંથી ઘરે પાછી આવી ગઈ હતી.
પોતાની ફરિયાદમાં વિજયભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે બાદ મંજુલાબેનના તેઓ જ્યારે ફરી ખેતરે હતા ત્યારે એ દરમિયાન સગીરાના પિતા રાજેશભાઈએ ઝેરી દવા પી લીધા હોવાની જાણ થતા તેને પણ સારવાર માટે ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પીઆઈ ગોહિલે જણાવ્યુ હતુ કે સગીરાના પિતા ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લેવાશે અને ઘટના વિશે વધુ માહિતી આપતા મળશે એટલે વધુ કલમો ઉમેરાશે.
ધોરાજી પોલીસે ફરિયાદીની ફરિયાદ અન્વયે ઝાંઝમેર ગામે
રહેતા જયરાજસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા સામે ૩૫૪(ક) તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી
બીજી તરફ આ પ્રકારની ઘટનાને લઇ ઝાંઝમેર ગામમાં ભારે રોષ છવાયો હતો અને મૃતક પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહની અંતિમ વિધિ ન કરવા માટે જીદ કરી હતી. જેના પગલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ઝાંઝમેર ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી અને ધોરાજી પોલીસને આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે સૂચના પોલીસે ગણતરીની ક્લાકોમાં આરોપી જયરાજસિંહ ચુડાસમાની ધરપકડ કરી લીધી અને આ બનાવને પગલે ધોરાજી તાલુકાના ગામડાઓ અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાં અરેરાટી પ્રસરી ગઈ હતી અને હરેક ગામડાઓમાં લોક મૂખે ચર્ચાનો વિષય બની રહ્યો છે ઉગ્ર રોસ પણ જોવા મળી રહ્યો છે જાણવા મળે લોક મૂકે ચર્ચાઓ થઈ રહી છે છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને દીકરીને ન્યાય મળે








