JETPURRAJKOT

અગ્ર સચિવશ્રી અંજુ શર્માના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાની ઈ-શ્રમ કાર્ડની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતાં અગ્ર સચિવશ્રી

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્માના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં દરેક જિલ્લાના કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ ઓનલાઈન જોડાયા હતા.

આ બેઠકની શરૂઆતમાં અગ્ર સચિવશ્રી અંજુ શર્માએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી છેલ્લા ૧૦ દિવસમાં કરેલી ઈ-શ્રમ કાર્ડની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓને બિરદાવીને તેમની કાર્યપધ્ધતિને જાણી હતી અને અન્ય જિલ્લાઓને તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. તેમજ દરેક જિલ્લાને માઈક્રોપ્લાનીંગ કરી વધુ સારી કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રમ આયુકત સચિવશ્રી અનુપમ આનંદે આગામી દિવસોમાં ઈ-શ્રમ નોંધણી કામગીરીને કંઈ રીતે વેગવંતી બનાવી શકાય તે માટેના જરૂરી સુચનો પુરા પાડ્યા હતા.

આ તકે અગ્ર સચિવશ્રી શર્માએ ઈ-શ્રમ નોંધણીની કામગીરીમાં અગ્રેસર રહેનાર રાજકોટ જિલ્લાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરાએ અત્યાર સુધીમાં કરેલી કામગીરી અને આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર કામગીરી અંગે વિગતવાર જાણકારી પૂરી પાડી હતી. તેમજ કલેકટરશ્રીએ ઈ-શ્રમ અંગેની શ્રેષ્ઠ કામગીરી સાતત્યપૂર્ણ જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર, મદદનીશ શ્રમ આયુક્ત જી.એમ.ભુટકા સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button