DHORAJIRAJKOT

ધોરાજી પોલીસ સ્ટેશનમાં લોકદરબાર કાર્યક્રમ યોજાયો

તા.૬ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધોરાજી પોલીસ સ્ટેશન નવા કેમ્પસ માં વ્યાજ ખોરોથી ભોગબનનારા ઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતા આવેલા છે. આવા બનાવો અટકાવવા વ્યાજખોર વિરુદ્ધ સખત પગલા ભરવાની જરૂરિયાત હોય જેના ભાગ રૂપે આજરોજ ધોરાજી પોલીસ સ્ટેશન કેમ્પસ માં નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જેતપુર શ્રી રોહિત ડોડીયા સાહેબ ની અધ્યક્ષતામાં લોકદરબાર નું આયોજન કરવા માં આવેલ હતું જેમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પૂર્વ નગરપતિ ડી એલ ભાષા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો વિગેરે ધોરાજી માંથી ૩૫ થી ૪૫ જેટલા માણસો તથા આગેવાનો હાજર રહેલ હતા, જેઓ ને ના.પો.અધિ.સાહેબે વ્યાજ વટાવ બાબતે તમારી જે કોઈ ફરિયાદ હોય તે ખુલી કરવા જણાવ્યું હતું અને જો તમે લોકદરબારમા ન કરવા માંગતા હોય તો તમે આ ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશન નાં ચેમ્બર માં કરી શકો છો તેવું જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button