‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ અંતર્ગત રાજકોટ જિલ્લાના સોમલપર ખાતે ખેડૂતલક્ષી શિબિર યોજાઇ

રાજકોટ તા ૦૯ જાન્યુઆરી – ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ અંતર્ગત સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં તાલુકા દીઠ બે ખેડૂત શિબિરનું આયોજન સંયુક્ત બાગાયત નિયામક, રાજકોટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમલપર ગામ ખાતે નાયબ બાગાયત નિયામક દ્વારા પ્રાકૃતિક ખેતી અને બાગાયતની સહાયલક્ષી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સોમલપર ખાતે આયોજિત આ ખેડૂત શિબિરમાં શ્રી ગોપાલ મારવિયાએ પ્રાકૃતિક ખેતી શા માટે કરવી ?, કેવી રીતે કરવી?, તેના ફાયદાઓ તથા આવનારા સમયની જરૂરીયાત પ્રાકૃતિક ખેતી છે એ બાબતે વિશેષ માહિતી પ્રદાન કરી હતી. નાયબ બાગાયત નિયામક શ્રી જી.જે.કાતરીયાએ બાગાયતી ખેતીના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરમારે અમલમાં મુકેલી ૧૫૭ જેટલી યોજનાઓ પૈકી કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર અને મીશન મધમાખી સહિત અનેક યોજનાઓ અંગે માહિતી આપી હતી. આત્મા વિભાગના શ્રી જતીન કાપડીયા,ખેતીવાડી વિસ્તરણ અધિકારી (વિંછીયા) શ્રી એમ.એસ. સીરોયા, બાગાયત અધિકારીશ્રી અસિત ટાંક વગેરે આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.