
તા.12 જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈ વે પર આવેલ રેલ્વેનો ઓવરબ્રીજ પર પુલને એક ભાગને બીજા ભાગ સાથે જોડતા સાંધાઓ વચ્ચે દોઢ ફૂટ જેટલી પહોળાઈનો આખા સાંધાનો કોંક્રેટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા, લોખંડની પ્લેટ તૂટી ગઈ છે. જેથી પુલ હેઠળના રેલના પાટા નજરે પડવા લાગ્યા છે. અને આ પુલ પર મોરબી જેવો કોઈ મોટો અકસ્માત સર્જાય તે પેલા પુલનું સમારકામ કરવાની વાહન ચાલકોએ માંગ કરી છે.
જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈ વે પર રેલ્વેનો ઓવરબ્રીજ આવેલ છે. આ ઓવરબ્રીજ પર દરરોજ ટુ વ્હીલરથી માંડીને અસંખ્ય ભારેખમ વાહનો પસાર થાય છે. આ ઓવરબ્રીજ પર બે સાંધાઓના જોડતી જગ્યાઓ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં બે સાંધાઓ વચ્ચેથી કોંક્રેટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા અને પુલના બે ભાગ વચ્ચેની લોખંડની ગટર તૂટી જતા તેના પરથી ભારે વાહન પસાર થાય ત્યારે તે અને લોખંડનો સળિયો રીતસરનો હવામાં ઉછળી ઝોલ ખાવા લાગે છે. જો આમને આમ રહશે તે આ પ્લેટ ઝોલ ખાતી વાહનની આરપાર નીકળી ગંભીર અકસ્માત પણ સર્જી શકે છે.
અને પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે સળંગ દોઢ ફૂટ જેટલી પહોળાઈમાં અને દસેક ઇંચ જેટલી ઉંડાઈનું કોંક્રેટ તૂટી જતા ટુ વ્હીલર તેમજ ઓટો રીક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં સલવાઈ જાય છે અને ધક્કા મારી બહાર કાઢવા પડે છે અને સ્પીડમાં ચલાવે તો પલ્ટી ખાય જવાની દહેશત રહે છે. અને સૌથી ગંભીર બાબત તો એ કહી શકાય કે પુલના બે સાંધા એટલી હદે તૂટવા લાગ્યા છે ત્યાંથી નીચે રેલના પાટા નજરે પડવા લાગ્યા છે.
પુલ પરથી પસાર થતા વાહન ચાલકોએ જો આ પુલને ત્વરિત રીપેર કરવામાં ન આવે તો કદાચ એકભાગ જુદો પડી ધરાશયી પણ થઈ જાય અને પુલની નીચેથી દરરોજ વીસથી પચીસ જેટલી ટ્રેન પસાર થાય છે અને બનવા જોગે જો ટ્રેન પસાર થતી હોય તે સમયે પુલ ધરાશયી થાય તો ખૂબ મોટી જાનહાનિ થઈ શકે એટલે મોરબીના પુલ અકસ્માત જેવો બનાવ બની શકે. તો શું રેલ પ્રસાશન આવા કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે કે અકસ્માત થાય બાદ જ પુલ રીપેર કરવો તેવું પુલ પરથી પસાર થતાં વાહન ચાલકો પ્રશ્ન કરી રહ્યા છે.